Learning Objectives

So many academic goals that we expect you to achieve.

demo_image

સાયન્સ લેબ

વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્રનાં અઘરા અને અટપટા સિધ્ઘાંતોને સરળતાથી સમજી શકે તે માટે પ્રાયોગિક કાર્ય ખૂબ જ જરૂરી છે. શાળામાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની સાધનોથી સજ્જ જુદી જુદી લેબોરેટરી છે.
7

રંગમંચ

વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવા તથા સ્ટેજનો ડર દૂર કરી વિધાર્થીઓની પ્રતિભાને ખીલવવાના હેતુથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય તહેવારો અને ધાર્મિક તહેવારોની ઉજવણી શાળાના રંગમંચ ૫૨ થાય છે.
6

રીડીંગ રૂમ

શાંત વાતાવરણમાં એકાગ્રતાપૂર્ણ વાંચન, લેખન અને સહ અધ્યયન કાર્ય શાંત ચિત્તે તથા કોઈપણ પ્રકારની ખલેલ વિના વિદ્યાર્થીઓ શિક્ષકોના નિરીક્ષણ હેઠળ શાળાના વાંચનલયમાં કરે છે.
5

વર્ગખંડ

“ભારતનું ભાવિ એક વર્ગખંડમાં કંડારાય છે.” આ વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થી સમક્ષ વિશ્વના અનુભવનો નિચોડ આપી ભારતના ભાવિને ઘડે છે. વિઘાર્થીનાં ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારાય તેવાં હવા-ઉજાસ યુક્ત અને ટેક્નોલોજી યુક્ત ભૌતિક સુવિધાવાળા સ્માર્ટ વર્ગખંડો છે.
2

પુસ્તકાલય

A one good book is equal to one hundred good friends. વિધાર્થીઓની જીજ્ઞાસા અને જ્ઞાનપીપાંસાને સંતોષવા તથા ઊંડું અને તલસ્પર્શી અધ્યયન કરવા માટે ઈત્તર સાહિત્ય માટે ગુણવત્તા સભર, ઉત્કૃષ્ટ પુસ્તકોથી ભરપૂર શાળામાં વિશાળ પુસ્તકાલય છે.
1

કમ્પ્યુટર લેબ

સમગ્ર વિશ્વને નાનકડા પડદા પર મૂકી દેતી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને એકવીસમી સદીના નવા નવા સંશોઘનોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે ઇન્ટરનેટથી સજ્જ કમ્મ્યુટરલેબ શાળામાં છે. જયાં પહેલા ધોરણથી જ બાળકોને કમ્ય્ચુટરનું જ્ઞાન આપવામાં આવે છે.
8

રમત ગમતનું મેદાન

A healthy mind resides in a healthy body.
સ્વામી વિવેકાનંદ કહેતા કે “આપણને જરૂર છે; પોલાદી માંસલતાની અને પોલાદી રક્ત વાહિનીનીં, પ્રખર અને અટલ આત્મબળની જે બ્રહ્માંડના અજ્ઞાન રહૃસ્યોને ભેદી નાખે, જે મોતની સામે બાથ ભીંડીને પણ પોતાના ધ્યેયને સાધે.`` બાળકોનું શરીર સુદ્રઢ બને તે માટે વિવિધ રમતો, સામુહિક કવાયતો, યોગાસનો શાળાનાં વિશાળ પટાંગણમાં કરાવવામાં આવે તેવું ખુલ્લુ મેદાન શાળા પાસે છે.
3

પ્રાર્થના સભા

“ભાવાવરણ રચે અને ચૈતન્યની ઝાંખી કરાવે તે પ્રાર્થના`` ભાવાવરણથી આત્મદર્શન થતાં સ્વ થી પરિચિત થતાં પોતાની શક્તિને ઓળખી યોગ્ય દિશામાં પ્રવાહિત કરીનેં સ્વસ્થ બનાવે છે. જેથી વિદ્યાર્થી એકાગ્ર બની અભ્યાસકીય પ્રવૃત્તિ કરવા માટે કટિબદ્ધ બને અને પોતાની અભિવ્યક્તિ ખીલવી શકે તેવું કુદરતી વાતાવરણ અહી છે.